ભારતે એશિયા કપ 2022 માટે ટીમ જાહેર કરી દીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. વિરાટ કોહલી પણ ટીમનો એક ભાગ છે. પરંતુ એશિયા કપ પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આઉટ થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. તેથી એશિયા કપમાં રમી શકશે નહીં.

ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત છે. આ કારણથી તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટીમની જાહેરાત કરવાની સાથે જ BCCI એ ટ્વિટર પર આ જાણકારી આપી છે. બોર્ડે લખ્યું છે કે, “જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. હાલમાં તે બેંગ્લોરમાં એનસીએમાં રિહેબિંગ કરી રહ્યો છે. ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.