ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. હવે તેઓ બ્રેક પર છે. હાલમાં જ ભારતના પૂર્વ ખેલાડી અજીત અગરકરે તેને સમર્થન આપ્યું છે. અગરકરે કહ્યું છે કે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને કોહલીના અનુભવની જરૂર પડશે. અગરકરે એમ પણ જણાવ્યું છે કે, કોહલી જાણે છે કે કેવી રીતે રન બનાવવા જોઈએ.

વિરાટ કોહલીએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે ટેસ્ટ મેચમાં માત્ર 31 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે ODI અને T-20 માં પણ તે કંઈ ખાસ કરી શક્યા નથી. તેમ છતાં અગરકરે તેને સમર્થન આપ્યું છે. ‘ઇન્ડિયા ટુડે’ પર પ્રકાશિત સમાચાર અનુસાર, અગરકરે જણાવ્યું છે કે, “તે જાણે છે કે, કેવી રીતે રન બનાવવા. મને આશા છે કે, તે જલ્દી ફોર્મમાં પરત ફરશે અને આવતા વર્ષે ODI વર્લ્ડ કપ પણ છે.

અજીત અગરકર વધુમાં જણાવ્યું છે કે, “હું જાણું છું કે, તેને લઈને બધા ચિંતિત છે. ઘણા લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે, વિરાટ કોહલીને રિપ્લેસ કરવામાં આવશે. પરંતુ મને લાગે છે કે આ યોગ્ય નથી. અત્યારે કોહલી રન બનાવી રહ્યો નથી, જ્યારે કેટલાક બેટ્સમેન રન બનાવી રહ્યા છે. પરંતુ તમે ઓસ્ટ્રેલિયામાં યોજાવનાર વર્લ્ડ કપ વિશેમાં વિચારો છો.