T20 વર્લ્ડ કપ 2022 માંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ મહિને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 અને ODI સીરીઝ રમાશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ આવતા અઠવાડિયે રમાશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી ચૂકી છે.

T20 સિરીઝનું શેડ્યૂલ : પ્રથમ T-20 18 નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાશે. બીજી T-20 20 નવેમ્બરે માઉન્ટ મોન્ગાનુઇ ખાતે અને ત્રીજી T20 22 નવેમ્બરે નેપિયરમાં યોજાશે. ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે.

ઓડીઆઈ સીરીઝનું શેડ્યૂલ : પ્રથમ ઓડીઆઈ ઓકલેન્ડમાં 25 નવેમ્બરે યોજાશે. બીજી વનડે 27 નવેમ્બરે હેમિલ્ટનમાં અને ત્રીજી વનડે 30 નવેમ્બરે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ ત્રણેય મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની સાથે વિરાટ કોહલી અને કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને આર અશ્વિન પણ આ પ્રવાસનો ભાગ નહીં હોય.

ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા : હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કે. યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા : શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શહેબાઝ અહેમદ, યુઝ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.