ઈંગ્લેન્ડના પ્રવાસે રહેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે એટલે કે 23 જૂનથી લેસ્ટરશાયર સામે 4 દિવસની પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ ગ્રેસ રોડ, લેસ્ટર ખાતે રમાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ છેલ્લા પ્રવાસની છેલ્લી (પાંચમી) ટેસ્ટ, ત્રણ ટી20 અને ત્રણ વનડે રમવા માટે ઈંગ્લેન્ડ આવી છે.

નોંધનીય છે કે જ્યારે ટીમ ઈન્ડિયા 2021માં ઈંગ્લેન્ડ આવી હતી ત્યારે વિરાટ કોહલી ટીમના કેપ્ટન હતા અને રવિ શાસ્ત્રી મુખ્ય કોચ હતા. તે સમયે ભારતે 4 ટેસ્ટ રમી હતી અને કોરોના વાયરસને કારણે પાંચમી ટેસ્ટ રમાઈ ન હતી. હવે બંને ટીમો વચ્ચે પાંચમી ટેસ્ટ રમાશે અને ત્યારબાદ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાશે. જો કે હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 01 જુલાઈથી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમાશે. પાંચ મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1 થી આગળ છે. ગયા વર્ષે ભારતે બે ટેસ્ટ જીતી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડે એક ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. આ સિવાય એક ટેસ્ટ ડ્રો રહી હતી.

ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસનું સંપૂર્ણ કાર્યક્રમ-

ટેસ્ટ સીરીઝ શેડ્યૂલ

5 મી ટેસ્ટ : એજબેસ્ટન, 1-5 જુલાઈ

T20 સિરીઝ શેડ્યૂલ

1 લી T20 : 7મી જુલાઈ, એજીસ બાઉલ

બીજી T20 : 9 જુલાઈ, એજબેસ્ટન

3જી T20: 10 જુલાઈ, ટ્રેન્ટ બ્રિજ

ODI સીરીઝ શેડ્યૂલ

પ્રથમ ODI : 12 જુલાઈ, ધ ઓવલ

બીજી ODI : 14 જુલાઈ, લોર્ડ્સ

ત્રીજી ODI : 17 જુલાઈ, માન્ચેસ્ટર.