ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ભાગ લીધા બાદ તરત જ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અનુસાર, જો ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં જાય છે, તો તેણે તેના ચાર દિવસ બાદ કિવી ટીમ સામે શ્રેણી શરૂ કરવાની રહેશે. ભારતીય ટીમ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે.

આ પ્રવાસ 18 નવેમ્બરથી શરૂ થવાનો છે. T20 વર્લ્ડની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મોટી મેચથી વિશ્વની શરૂઆત કરશે. 27 ઓક્ટોબરે ભારત ક્વોલિફાયર રમીને સુપર-12માં પહોંચનારી ટીમ સામે ટકરાશે. આ પછી 30 ઓક્ટોબરે તેને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવાની છે. ભારતીય ટીમ 02 નવેમ્બરે બાંગ્લાદેશ સામે અને પછી 06 નવેમ્બરે બીજી ક્વોલિફાયર ટીમ સામે રમશે.

ગયા વર્ષે UAEમાં T20 વર્લ્ડ રમ્યા બાદ જ કીવી ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો. કિવી ટીમે 14 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ રમી હતી, તેના બે દિવસ બાદ 17 નવેમ્બરે તેઓ ભારત સામે T20 સીરીઝની પ્રથમ મેચ રમી હતી.

ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યુલ

પ્રથમ T20  – 18 નવેમ્બરે વેલિંગ્ટન

2જી T20 – 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઇ

ત્રીજી T20 – 22 નવેમ્બર નેપિયર

પ્રથમ ODI – 25 નવેમ્બર ઓકલેન્ડ

2જી ODI – 27 નવેમ્બર હેમિલ્ટન

ત્રીજી ODI – 30 નવેમ્બર ક્રાઈસ્ટચર્ચ