ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ઓપનર લોકેશ રાહુલ ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેના સિવાય લોકેશ રાહુલ આયર્લેન્ડ સામેની 2 T20 મેચની શ્રેણીમાં ભારતીય ટીમના ભાગ નથી. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આયર્લેન્ડ સામેની શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાશે. ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 2 T20 મેચ રમશે. તેની સાથે ભારતીય ટીમની આયર્લેન્ડ સામેની સીરીઝ માટે જાહેરાત પણ કરી નાખવામાં આવી છે.

આયર્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં રાહુલ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે IPL 2022માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 જુલાઈથી એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, ઉમરાન મલિક.

તેની સાથે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, ભારતીય ઓપનર લોકેશ રાહુલ પોતાની ગ્રોઈનની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. તેમને જણાવ્યું છે કે, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓ બુધવારે રાત્રે મુંબઈ પહોંચી જશે. તેણે એમ પણ કહ્યું કે, મુંબઈ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. પરંતુ ઓપનર લોકેશ રાહુલ આ ટીમ સાથે નહીં હોય. તેમણે વધુમાં કહ્યું કે, કેએલ રાહુલને સાજા થવામાં સમય લાગશે. જો કે આ દરમિયાન તે ફિટનેસ ટેસ્ટમાં હાજર રહી શકે છે.

રતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા આયર્લેન્ડ સાથે 2 T20 મેચ રમશે. આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચોની સીરીઝ રમી રહી છે. 3 મેચ બાદ ભારતીય ટીમ 1-2 થી પાછળ છે. આ સિરીઝમાં ભારતીય ટીમની કપ્તાની ઋષભ પંત કરી રહ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન છે.