રમતજગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું આ શહેર ઓલ્મિપિકની યજમાની લઈ શકે તે અહેવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 2036ના ઓલિમ્પિક માટે અમદાવાદે તૈયારીઓ આદરી છે.
મળતી માહિતી અનુસાર, ઔડા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ અંગે સર્વે કરવામાં આવશે. ઔડા દ્વારા ટેન્ડર બહાર પાડી ખાનગી કંપની દ્વારા સર્વેનું કામ કરવામાં આવશે.3 મહિનામાં સર્વે કરી ઔડા રિપોર્ટ સરકારને સોંપશે. સ્ટેડિયમમાં કેટલી સુવિધા છે તેનો સર્વે થશે. કેટલી સુવિધા વધુ ઉભી કરવી તે પણ સર્વે થશે. હોટેલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સર્વે કરવામાં આવશે. જો કે, ઓલિમ્પિકનો અંદાજીત ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે.

૨૦૩૨ ના ઓલોમ્પિક ગેમ્સ ક્યા રમાશે, આ આગામી મહીને નક્કી થવાનું છે. પરંતુ આ અગાઉ જ ગુજરાતે ૨૦૩૬ ના ઓલોમ્પિકની યજમાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આટલા મોટા આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મંગળવારે ઓલોમ્પિક માપદંડ અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપના એનાલિસીસ માટે ટેન્ડર રજૂ કર્યા છે.જેમાં પણ એજન્સીને આ કામ મળશે, તેનો રિપોર્ટ આગામી ત્રણ મહિનામાં તૈયાર કરવો પડશે. વાસ્તવમાં, ૨૦૨૮ સુધીના ઓલોમ્પિક યજમાન નક્કી થઈ ચુક્યા છે. ૨૦૩૨ ના યજમાનની બીડ આગામી મહીને ખુલવાની છે. ૨૦૨૦ ના ઓલોમ્પિક કોરોનાના કારણે ૨૦૨૧ માં યોજાવવાનો છે. આ ટોક્યોમાં થશે. ૨૦૨૪ ની યજમાની પેરીસ કરશે, જ્યારે ૨૦૨૮ ના ઓલોમ્પિક લોસ એન્જલસમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2032 માટે પ્રાધાન્ય સ્થળ તરીકે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનું નામકરણ કર્યુ છે. તેમ છતાં અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.