અન્ડર-૧૯ વર્લ્ડ કપ 2022 માટે ટીમોની જાહેરાત કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઘણા દેશોની ટીમોની સાથે હવે ઇંગ્લેન્ડ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે. તેના સિવાય ઘણી અન્ય ટીમોની જાહેરાત થઈ ગઈ છે. આઈસીસીએ અત્યાર સુધી જાહેર કરેલ ટીમો વિશેમાં પોતાની વેબસાઈટ પર જાણકારી આપી દીધી છે. પાપુઆ ન્યુ ગિનીએ પણ પોતાની ટીમ જાહેરાત કરી દીધી છે.

આ ટુર્નામેન્ટનું આયોજન વેસ્ટઇન્ડીઝમાં થવાનું છે અને કુલ 16 ટીમો તેમાં ભાગ લેશે. જ્યાં સુધી મેચની વાત છે તો કુલ 48 મેચ ટુર્નામેન્ટમાં રમાશે. વર્લ્ડ કપની શરૂઆત 14 જાન્યુઆરીથી થશે અને તેની સમાપ્તી 5 ફ્રેબુઆરી થવાની છે.

ઇંગ્લેન્ડ અન્ડર-19 ટીમ

ટોમ પ્રેસ્ટ (કેપ્ટન), રેહાન અહેમદ, ટોમ એસ્પિનવોલ, સની બેકર, નાથન બેર્નવોલ, જોર્જ બેલ, જેકબ બેથલ, જોશ બોયડેન, જેમ્સ કોલ્સ, એલેક્સ હોર્ટન, વિલ લક્સટન, જેમ્સ રેવ, જેમ્સ સેલ્સ, ફતેહ સિંહ, જોર્જ થોમસ.

રિઝર્વ ખેલાડી : જોશ બેકર, બેન ફ્લિક