ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે બોલાવ્યા છે. BCCI ના અધિકારીઓ બાંગ્લાદેશ પ્રવાસ પહેલા રોહિત શર્મા અને દ્રવિડની જોડીને મળશે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, આ બેઠકમાં બંનેના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

ઈનસાઈડસ્પોર્ટના અહેવાલ મુજબ, બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, રોહિત અને રાહુલ સાથે મુલાકાત થશે. તે ક્યારે થશે તે હું તમને બરાબર કહી શકતો નથી. બાંગ્લાદેશ સામેના પ્રવાસ પહેલા રોહિત અને રાહુલ સાથે મુલાકાત થશે. અમારે આગામી વર્લ્ડ કપ માટે પ્લાનિંગ કરવાની જરૂર છે. એક અલગ કેપ્ટન અને કોચ તરીકે, એકવાર અમે પસંદગીકારો સિવાય કોચ અને કેપ્ટનને મળીશું, અમે નક્કી કરીશું. સાથે જ આ બેઠકમાં T20 વર્લ્ડ કપના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે તેવી પણ ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાને ટી-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવતા ખુશ છે. સૂત્રએ જણાવ્યું હતું કે ‘BCCI ના ટોચના અધિકારીએ રોહિત શર્મા સાથે વાત કરી છે. રોહિત ટી-20 કેપ્ટન પદ છોડવા માટે આરામદાયક છે. તે અહીંથી વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવી પસંદગી સમિતિની નિમણૂક બાદ હાર્દિક પંડ્યાને ટી-20 ના નવા કેપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવશે.

હાર્દિકને કેપ્ટન બન્યા બાદ આવી હોઈ શકે છે ટીમ

T20 ફોર્મેટ – હાર્દિક પંડ્યા T20 ફોર્મેટમાં કમાન સંભાળશે

ODI ફોર્મેટ – રોહિત શર્મા ODI માં કેપ્ટન તરીકે ચાલુ રહેશે

ટેસ્ટ ફોર્મેટ – ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.