ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ Tarouba ના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. અહીં બંને ટીમો આજે (29 જુલાઈ) રાત્રે 8 વાગ્યે સામસામે ટકરાશે. ભારતીય ટીમ આ મેચ માટે મનોવૈજ્ઞાનિક તાકાત ધરાવશે. કારણ કે તાજેતરમાં જ ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં વિન્ડીઝ ટીમને એકતરફી હાર આપી છે.

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વધુ મજબૂત દેખાઈ રહી છે. બોલિંગમાં પણ ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલ જેવા T20 સ્પેશિયાલિસ્ટ બોલર ભારતીય ટીમને મજબૂત બનાવી રહ્યા છે. બીજી તરફ, શિમરોન હેટમાયર અને ઓડિન સ્મિથે વિન્ડીઝ ટીમમાં પ્રવેશ કર્યો છે.

બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ છે, એવામાં તેના પર વધુ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. પરંતુ કેરેબિયન પ્રીમિયર લીગની મેચોના આધારે કહી શકાય કે, પીચ બોલરો અને બેટ્સમેનોને બરાબર મદદ કરી શકે છે. આ મેચોમાં 7.40 ના ઇકોનોમી રેટથી રન બનાવાયા છે. આજની સ્પર્ધામાં હવામાન મોટો અવરોધ બની શકે છે. અહીં વરસાદની સંભાવના 80 % દર્શાવવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ : નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), શમર બ્રુક્સ, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ઓબેડ મેકકોય, કીમો પોલ, રોમારીયો શેફર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, હેડન વોલ્શ જુનિયર.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, ઋષભ પંત, રવિ બિશ્નોઈ, કુલદીપ કુમાર યાદવ, ભુવનેશ્વર, રવિન્દ્રન અશ્વિન, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.