ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશમાં ODI સિરીઝ હારી જવા પર દરેક જણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલ, જેઓ 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ભાગ હતા, તેમણે પણ ભારતીય ટીમની આકરી ટીકા કરી છે. મદન લાલનું માનવું છે કે, ભારતીય ખેલાડીઓની અંદર દેશ માટે રમવાનો ઉત્સાહ દેખાતો નથી અને ખેલાડીઓ ખૂબ થાકેલા જોવા મળી રહ્યા છે.

તેમને જણાવ્યું છે કે, “ચોક્કસપણે ભારતીય ટીમ યોગ્ય દિશામાં જઈ રહી નથી. મેં આ ટીમમાં કોઈ જુસ્સો જોયો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમમાં કોઈ ઉત્સાહ નથી. તે કોઈ પણ રીતે ભારતીય ટીમ જેવા દેખાતા નથી. દેશ માટે રમવાનો કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. એટલું નહીં તેમનું શરીર પણ થાકેલું જોવા મળી રહ્યું છે. ક્યા પછી તે ગતિ સાથે જઈ રહ્યો છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.

ભારતીય ટીમ સતત ક્રિકેટ રમે છે અને મોટાભાગના ભારતીય ખેલાડીઓ આખા વર્ષ દરમિયાન વ્યસ્ત રહે છે. ભારત T20 વર્લ્ડ કપ સુધી સતત ક્રિકેટ રમ્યું હતું અને વર્લ્ડ કપ પછી તરત જ ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયું હતું. ત્યાર બાદ સીરીઝ બાંગ્લાદેશમાં રમાઈ રહી છે. આ સિરીઝ પૂરી થતાની સાથે જ નવી સિરીઝ શરૂ થશે. સતત રમવાના કારણે ભારતીય ખેલાડીઓ પણ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. દીપક ચહર આ સમગ્ર વર્ષમાં ઈજાના કારણે ઘણી મેચો ચૂકી ગયો છે અને તે હાલમાં પણ ઈજાગ્રસ્ત છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ પણ હાલમાં ઈજાગ્રસ્ત છે.