ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સિરીઝ રમાશે. તેના માટે ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની મુલાકાતે આવશે. ભારતે આ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. ભુવનેશ્વર કુમાર આ મામલામાં બીજા નંબર પર છે.

બુમરાહ ભારતમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમને અત્યાર સુધી 5 મેચમાં 7 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 120 રન આપ્યા છે. ભુવનેશ્વર કુમાર આ મામલામાં બીજા નંબર પર છે. ભુવનેશ્વરે ત્રણ મેચમાં 5 વિકેટ લીધી છે. જ્યારે હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. પંડ્યાએ 3 મેચમાં 3 વિકેટ લીધી છે. વિનય કુમાર પણ ત્રણ વિકેટ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં બુમરાહની સાથે હર્ષલ પટેલ પણ પરત ફર્યો છે. હર્ષલ ઈજાના કારણે બહાર ચાલી રહ્યો હતો. ટીમ ઈન્ડિયા બુમરાહ અને હર્ષલ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે. આ બંને ફાસ્ટ બોલર T20 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર સાબિત થશે. ઓસ્ટ્રેલિયા સહિત તમામ ટીમોએ બુમરાહ અને હર્ષલથી દૂર રહેવું પડશે.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા

પ્રથમ T20 – 20મી સપ્ટેમ્બર, મોહાલી

બીજી T20 – 23 સપ્ટેમ્બર, નાગપુર

ત્રીજી T20 – 25 સપ્ટેમ્બર, હૈદરાબાદ