ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૃદયની તપાસ માટે આજે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને એન્જીયોપ્લાસ્ટીક કરાયાને એક મહિનો પણ થયો નથી. હોસ્પિટલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં ઈમરજન્સી રૂમમાં અનેક ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તે સ્થિર છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સૌરવ ગાંગુલીની ત્રણ આર્ટરી બ્લોક છે. 2 જાન્યુઆરીએ એક સ્ટેન્ટ મુકાયું હતું. જ્યારે આજે કે ગઈકાલે 2 સ્ટેન્ટ મૂકાશે. સૌરવ ગગુલીની સર્જરી થશે.

આ અગાઉ સૌરવ ગાંગુલીના પરિવારના સુત્રોએ જણાવ્યું હતું કે, તણાવ અનુભવતા બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે એક સિનીયર ડોક્ટરે જણાવ્યું છે કે, ગાંગુલી બુધવારની રાતના પણ હોસ્પિટલમાં રહેશે અને ડોક્ટર ગુરુવારના તેમની એન્જોગ્રાફી કરી શકે છે.