કોરોનાકાળમાં દેશમાં હાલ આઈપીએલની મેચો રમાઈ રહી છે. આઈપીએલ બાયો-બબલમાં રમાઈ રહી છે. જયારે તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળી ચાહકોને જરૂર ખુશી પહોંચશે.

આઈપીએલ બાદ આ પ્રિમીયર લિંગમાં દેશ ના બીજા રાજ્યોની ટીમ પણ આ વખતે રમશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માટે BCCI દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL બાદ ટુર્નામેન્ટ રમાડવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

BCCIના કાર્યકારી સી.ઇ.ઓ હેમાંગ અમીને મેઈલ કરી માહિતી આપી છે. BCCI દ્વારા કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 દિવસના કુલિંગ ઓફ ક્લોઝને હટાવીને ટુર્નામેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. ક્રિકેટ બોર્ડના દિશા-નિર્દેશો અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવું પડશે. અત્યારે દેશમાં આઈપીએલને સફળતાપુર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.