સાઉથ આફ્રિકાએ ભારત સામેની 5 T-20 મેચોની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવી દીધું હતું. આ મેચમાં સાઉથ આફ્રિકાએ 212 રનનો વિશાળ ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો, જે આ ટીમનો અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ હતો. આ સાથે આ મેચમાં બીજા ઘણા મોટા રેકોર્ડ પણ બન્યા હતા.

અહીં વાંચો ભારત-સાઉથ આફ્રિકા મેચમાં બનેલા મોટા આંકડા..

1. સાઉથ આફ્રિકાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનો સૌથી મોટો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. આ અગાઉ સાઉથ આફ્રિકા વર્ષ 2007 માં વિન્ડીઝ સામે 206 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો.

2. ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં આ સૌથી સફળ રન ચેઝ હતો. આ અગાઉ સાઉથ આફ્રિકાએ 2015 માં ભારત સામે 200 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો.

3. શ્રેયસ અય્યરે T20 ઈન્ટરનેશનલમાં બે આઉટ થવા વચ્ચે 240 રન બનાવ્યા હતા. આ મામલામાં તેમણે ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચના રેકોર્ડની બરાબરી કરી હતી.

4. ટ્રિસ્ટન સ્ટબ્સ દક્ષિણ આફ્રિકા માટે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરનાર 95મો ખેલાડી બન્યો.

5. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાના 100 સિક્સર પૂરી કરી હતી.

6. રાસી વેન ડેર ડુસેને T20 આંતરરાષ્ટ્રીયમાં 1000 રન પૂરા કર્યા.

7. રાસી વાન ડેર ડુસેન અને ડેવિડ મિલર વચ્ચે 131 રનની અણનમ ભાગીદારી થઈ હતી. T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ફૂલ મેમ્બર ટીમો વચ્ચે ચોથી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.