ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. હવે આગામી મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ અહીં સારો રહ્યો નથી. ભારત અહીં અત્યાર સુધી બે T-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યું છે અને આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયાએ એક મેચમાં પરાજય આપ્યો હતો. પરંતુ આ વખતે પરિણામ અલગ હોઈ શકે છે.

ભારતે ગુવાહાટીમાં અત્યાર સુધીમાં બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન એક મેચ હારી છે. જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી. આ મેદાન પર ભારતને ઑક્ટોબર 2017માં ઑસ્ટ્રેલિયાએ 8 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે આ પછી જાન્યુઆરી 2020 માં શ્રીલંકા સામે મેચ રમાઈ હતી. પરંતુ આ મેચ રમાઈ શકી ન હતી. જોકે આ વખતે ટીમ ઈન્ડિયા પરિણામ બદલી શકે છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં જીત મેળવી છે. જેથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2022 પહેલા ટીમ ઈન્ડિયા પોતાના ખેલાડીઓને અજમાવી રહી છે. ભારતે આ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટી-20 સીરીઝ રમી હતી. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. અહીં વર્લ્ડ કપ રમાવાનો છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બહાર છે. પરંતુ તેના વર્લ્ડ કપમાં રમવા અંગે હજુ પણ શંકા છે.