ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આઈપીએલ 2022 સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામેની સિરીઝમાં પણ ગ્લેન મેક્સવેલના બેટમાંથી રન નીકળ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં લગભગ 5 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. ગ્લેન મેક્સવેલને શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગ્લેન મેક્સવેલે સપ્ટેમ્બર 2017 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. જેના કારણે ગ્લેન મેક્સવેલની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. અત્યાર સુધીમાં અડધો ડઝન જેટલા ખેલાડીઓ ઈજાનો શિકાર બની ચૂક્યા છે. જેના કારણે ગ્લેન મેક્સવેલને છેલ્લા 5 વર્ષથી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયન ટીમ માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે વર્ષ 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ સફેદ બોલની ક્રિકેટમાં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. આ કારણે ગ્લેન મેક્સવેલને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં ઘણી તકો મળી ન હતી. ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ, સીન એબોટ અને એશ્ટન અગર જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઈજાના કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ગ્લેન મેક્સવેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે કે કેમ, તે જોવાનું રહેશે.