લેટીજનબેડ ગીડેએ નેધરલેન્ડમાં આયોજિત કરવામાં આવેલ ઇથોપિયન ઓલિમ્પિક ટ્રાયલ્સમાં મહિલાઓની ૧૦,૦૦૦ મીટર દોડમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લો રેકોર્ડ સિફાન હસને આ ટ્રેક પર બે દિવસ પહેલા બનાવ્યો હતો. લેટીજનબેડ ગીડેએ ૨૯ મિનીટ ૧.૦૩ સેકેન્ડનો સમય નીક્લાયો હતો. સિગી ગેબ્રેસેલામા ૩૦ મિનીટ ૦૬.૦૧ સેકેન્ડ સાથે બીજા સ્થાન પર રહી છે.

હસને ફૈની બ્લેકર્સ કોઈન રમતોમાં રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં લેટીજનબેડ ગીડેએ ૫.૭૯ સેકેન્ડમાં સુધારો કર્યો હતો. ઇથોપિયામાં જન્મેલી નેધરલેન્ડની ધાવિકા હસને બે દિવસ પહેલા પાંચ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. તેમને ઈથોપિયાની અલમાજ અયાનાસના રિયો ઓલોમ્પિક ૨૦૧૬ માં બનાવવામાં આવેલ રેકોર્ડથી ૧૦.૬૩ સેકેન્ડ વધુ સારો નીકળ્યો હતો.

લેટીજનબેડ ગીડે આવી રીતે નોર્વેની ઇંગ્રિડ ક્રિશ્ચિયનસેન બાદ પ્રથમ મહિલા ધાવિકા બની ગઈ છે, જેના નામે પર ૫૦૦૦ અને ૧૦૦૦૦ મીટર દોડનો રેકોર્ડ નોંધાયેલ છે. ક્રિશ્ચિયનસેને ૧૯૮૬ થી ૧૯૯૩ ની વચ્ચે આ રેકોર્ડને પોતાને નામે રાખ્યો હતો. લેટીજનબેડ ગીડે બાદમાં જણાવ્યું હતું કે, “મને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની આશા હતી.”