T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ભારત 10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. તે જ સમયે, આ મેચ પહેલા, ઋષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને તક આપવામાં આવી શકે છે. ખુદ કેપ્ટન રોહિત શર્માએ આ વાતનો સંકેત આપ્યો છે.

દિનેશ કાર્તિક એડિલેડ ઓવલમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી શકે છે. વાસ્તવમાં ઝિમ્બાબ્વે સામે ઋષભ પંતને તક આપવામાં આવી હતી પરંતુ તે આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે જ સમયે, દિનેશ કાર્તિક એડિલેડમાં સેમિફાઇનલ પહેલા વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં હાર્દિક પંડ્યા અને કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં સેમીફાઈનલમાં પંતની જગ્યાએ કાર્તિકને તક આપવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને તક મળવી જોઈએ. સાથે તેણે જણાવ્યું છે કે, ઋષભ પંત એક્સ ફેક્ટર છે, દિનેશ કાર્તિક ટીમનો સારો ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોના બોલિંગ આક્રમણને જોતા ઋષભ પંત વધુ સારો વિકલ્પ છે. રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું છે કે, જો ઋષભ પંત રમશે તો ડાબા હાથના બેટ્સમેનની કમી પણ પૂરી થઈ જશે. તમને જણાવી દઈએ કે, સુપર-12 ગ્રુપ A ની છેલ્લી મેચમાં ઋષભ પંતને ઝિમ્બાબ્વે સામે તક મળી હતી પરંતુ તે આ મેચમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.