IPL-2022 ની 60 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બેંગ્લોર અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધી 12 મેચ રમી છે અને 7 મેચ જીતી છે. જ્યારે પંજાબ 8મા સ્થાને છે. પંજાબે 11 માંથી 5 મેચ જીતી છે. જ્યારે તેને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે યોજાનારી મેચ માટે ટીમો પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

પંજાબને પોતાની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાને આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પંજાબે આ મેચમાં 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ટીમના બોલરો રાજસ્થાનને જીતતા રોકી શક્યા ન હતા. પંજાબ આ મેચ માટે બોલિંગમાં ફેરફાર કરી શકે છે.

બેંગ્લોરના ખેલાડીઓ ફોર્મમાં છે. ટીમે તેની છેલ્લી બે મેચમાં સતત મેચ જીતી છે. બેંગ્લોરે હૈદરાબાદને 67 રને અને ચેન્નાઈને 13 રને હરાવ્યું હતું. સંભવતઃ RCB તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. જો કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ ટીમ માટે થોડી મુશ્કેલી વધારી શકે છે.

પીચની વાત કરીએ તો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજ પછી ઝાકળની અસર જોવા મળી શકે છે. જોકે તે બોલરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. બોલરો આ પીચ પર સારી પકડ સાથે બોલિંગ કરી શકશે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન –

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

પંજાબ કિંગ્સ : જોની બેયરસ્ટો, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, મયંક અગ્રવાલ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા