ક્રિકેટ જગતમાં અત્યાર સુધીમાં 18 એવા બેટ્સમેન છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. જેમાં ભારતના માત્ર ત્રણ બેટ્સમેનોનો સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ત્રણ બેટ્સમેનોમાં વિરાટ કોહલી અને શિખર ધવન જેવા મહાન બેટ્સમેન નથી.

આ યાદીમાં કોનો સમાવેશ થાય છે? અહીં જુઓ..

સુરેશ રૈના : ભારતીય ક્રિકેટરોમાં સુરેશ રૈના આ સિદ્ધિને પ્રાપ્ત કરનાર પ્રથમ બેટ્સમેન હતા. સુરેશ રૈનાએ જુલાઈ 2010 માં શ્રીલંકા સામે ટેસ્ટ સદી ફટકારીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં, રૈનાએ ટેસ્ટ અને ટી-20 માં 1-1 અને વનડેમાં કુલ 5 સદી ફટકારી હતી.

રોહિત શર્મા : રોહિત શર્મા આ લિસ્ટમાં બીજા ખેલાડી છે. તેણે ઓક્ટોબર 2015 માં દક્ષિણ આફ્રિકા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રોહિત શર્મા અત્યાર સુધી ટેસ્ટમાં 8, વનડેમાં 29 અને T-20 માં 4 સદી ફટકારી છે.

લોકેશ રાહુલ : લોકેશ રાહુલે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદીના દોઢ વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. લોકેશ રાહુલે જાન્યુઆરી 2015 માં ટેસ્ટ સદી ફટકારી હતી. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી. ત્યાર બાદ તેણે જૂન 2016 માં ODI સદી અને ઓગસ્ટ 2016 માં T-20 સદી પૂરી કરી હતી. અત્યાર સુધીમાં લોકેશ રાહુલે ટેસ્ટમાં 7, વનડેમાં 5 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 2 સદી ફટકારી છે.