દિલ્હી કેપિટલ્સના સ્પિનર મણીમારન સિદ્ધાર્થ ક્વાડિસ્પ્રિન સ્ટ્રેનના કારણે આઈપીએલથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ કુલવંત ખેજરોલિયાને ટીમના ભાગ બની ગયા છે. ડાબા હાથના ઝડપી બોલર કુલવંત ખેજરોલિયાએ નેટ બોલરના રૂપમાં દિલ્હી કેપિટલ્સની સાથે યુએઈની યાત્રા કરી હતી અને બાયો-બબલના ભાગ હતા. હવે તેમને મુખ્ય ટીમના ભાગ બનવાની તક મળી ગઈ છે. જોવાનું એ રહેશે કે, તેમને અંતિમ ઇલેવનમાં જગ્યા મળી શકે છે અથવા નહીં. દિલ્હીની ટીમમાં ઘણા ટોપના સ્પિનર છે.

દિલ્હી કેપિટલ્સે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટીમનો સપોર્ટ સ્ટાફ મણીમારન સિદ્ધાર્થની રિકવરીને જોઈ રહ્યા છે. તે થોડા દિવસોમાં ભારત પરત ફરી પુનર્વસન કાર્યક્રમને ચાલુ રાખશે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.

આઈપીએલમાં કુલવંત ખેજરોલિયાને આરસીબીની ટીમથી રમવાની તક મળી છે. તે ૨૦૧૮ અને ૨૦૧૯ ના આઈપીએલમાં આરસીબીના ભાગ રહ્યા છે. તેમ છતાં પ્રદર્શનના આધારે તે ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. અત્યાર સુધી રમેલી પાંચ આઈપીએલ મેચમાં તેમને માત્ર ૩ વિકેટ મળી છે. બેટિંગમાં તેમને તક મળી નથી.