વેસ્ટ ઈન્ડિઝની જીત બાદ આવું છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ, જાણો કયો નંબર છે ટીમ ઈન્ડિયા

વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની વચ્ચે નોર્થસાઉન્ડ ટેસ્ટ મેચ રમ્યા બાદ ICC નું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ અપડેટ કરવામાં આવ્યું છે. આ વખતે ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને હરાવીને તેની 8 પોઈન્ટ ટકાવારી (PCT) વધારી લીધી છે. જ્યારે બાંગ્લાદેશને લગભગ 2 પીસીટીનું નુકસાન થયું છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 75 PCT સાથે ટોચ પર રહેલી છે.
ત્રીજા નંબર પર ટીમ ઇન્ડિયા
ભારતે WTC 2021-23 માં અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 6 માં જીત અને 3 માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 ટેસ્ટ ડ્રો પણ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં 58.71 PCT સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારતથી આગળ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટીમ આગળ છે. ઓસ્ટ્રેલિયામાં 75 PCT અને દક્ષિણ આફ્રિકામાં 71.43 PCT છે.
ક્રમ | ટીમ | PCT (%) | પોઈન્ટ્સ | જીત | હાર | ડ્રો |
1 | ઓસ્ટ્રેલિયા | 75 | 72 | 5 | 0 | 3 |
2 | સાઉથ આફ્રિકા | 71.43 | 60 | 5 | 2 | 0 |
૩ | ભારત | 58.33 | 77 | 6 | 3 | 2 |
4 | શ્રીલંકા | 55.56 | 40 | 3 | 2 | 1 |
5 | પાકિસ્તાન | 52.35 | 44 | 3 | 2 | 2 |
6 | વેસ્ટ ઇન્ડીઝ | 43.75 | 42 | 3 | 3 | 2 |
7 | ન્યુઝીલેન્ડ | 29.17 | 28 | 2 | 5 | 1 |
8 | ઇંગ્લેન્ડ | 23.81 | 40 | 3 | 7 | 4 |
9 | બાંગ્લાદેશ | 14.81 | 16 | 1 | 7 | 1 |