ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના અનુભવી સ્ટાર ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વાસ્તવમાં, આ મેચમાં સાઉદીએ ભારતીય કેપ્ટન શિખર ધવન (72) ની વિકેટ લીધી અને પોતાની ODI કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી લીધી હતી. જ્યારે 200 વિકેટ પૂર્ણ કરવાની સાથે, તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં T20 માં 100, ODIમાં 200 અને ટેસ્ટમાં 300 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયા છે.

ન્યૂઝીલેન્ડના અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથીએ ભારત સામેની પ્રથમ વનડેમાં પોતાની કારકિર્દીની 200 વિકેટ પૂરી કરી લીધી છે. અને હવે તે ODI માં 200, T20 માં 100 થી વધુ (134) અને ટેસ્ટમાં 300 થી વધુ વિકેટ (347) લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 149 વનડે રમી છે. આ મેચોમાં તેણે 200 બેટ્સમેનોનો શિકાર કર્યો છે. તેણે ઓકલેન્ડમાં આજની મેચમાં ભારતીય કેપ્ટન શિખર ધવન (72) ને પેવેલિયનમાં મોકલીને ODI કારકિર્દીમાં 200 વિકેટ પૂરી કરવાની વિશેષ સિદ્ધિ મેળવી છે. સાઉદીને કિવી ટીમના સૌથી ભરોસાપાત્ર બોલરોમાંથી એક ગણવામાં આવે છે. તેણે પોતાની શાનદાર બોલિંગથી ઘણી વખત આ સાબિત પણ કર્યું છે.

ભારત વિરૂદ્ધ તાજેતરમાં પૂર્ણ થયેલી ટી20 સીરીઝની બીજી મેચમાં તેણે ભારત સામે હેટ્રિક લેવાનું કારનામું કર્યું હતું. તેણે ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદરને સતત બોલ પર આઉટ કર્યા હતા. ટિમ સાઉથીએ T20 ઈન્ટરનેશનલ મેચમાં બીજી વખત હેટ્રિક લેવાનું કારનામું કર્યું હતું. આ ઉપરાંત ટિમ સાઉથી ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. સાઉદીએ T-20 માં 134 વિકેટ પોતાના નામે કરી છે.