ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, સાઉથી ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ટી-20 વર્લ્ડ કપ 2022માં આયર્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. સાઉથી ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી ઝડપી બોલરોમાંથી એક છે. તેણે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે.

ન્યુઝીલેન્ડનો સ્ટાર અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પાછળ છોડીને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. સાઉથીએ પોતાની T20 કારકિર્દીમાં 104 મેચ રમી છે. જેમાં તેણે 128 વિકેટ પોતાના નામે કરી છે. તે જ સમયે, શાકિબ અલ હસન તેના પછી બીજા સ્થાને છે, જેણે કુલ 108 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેના નામે 127 વિકેટ છે.

સાઉથીએ શુક્રવારે T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામેની મેચમાં કર્ટિસ કેમ્પરને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. સાઉથી હવે T20 ઈન્ટરનેશનલમાં વિકેટ લેવાના મામલે નંબર વન બોલર બની ગયો છે. સાઉથી ન્યુઝીલેન્ડ ટીમનો સૌથી અનુભવી ઝડપી બોલર છે.

T20માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર

ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) – 104 મેચ – 128 વિકેટ

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 108 મેચ – 127 વિકેટ

રાશિદ ખાન (અફઘાનિસ્તાન) – 73 મેચ – 121 વિકેટ

ઈશ સોઢી (ન્યુઝીલેન્ડ) – 85 મેચ – 109 વિકેટ

લસિથ મલિંગા (શ્રીલંકા) – 84 મેચ – 107 વિકેટ