ટોક્યો ઓલોમ્પિકમાં ભારતના ખાતામાં પ્રથમ સિલ્વર મેડલ આવ્યું છે. સાઈખોમ મીરાબાઈ ચાનુએ ભારત માટે ટોકિયો ઓલોમ્પિક ૨૦૨૦ માં પ્રથમ મેડલ જીતી લીધું છે. મીરાબાઈ ચાનુ ૪૯ કિલોગ્રામ મહિલા વર્ગના વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં આ પદક પોતાના નામે કર્યું છે. મીરાબાઈ ચાનુએ સ્નેચમાં ૮૭ કિલો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં ૧૧૫ કિલોગ્રામ વજનનો ભાર ઉઠાવ્યો હતો. તેની સાથે તેમને કુલ ૨૦૨ કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનુ પહેલા સિડની ઓલોમ્પિક ૨૦૦૦ કર્ણમ મલ્લેશ્વરીએ વેટલિફ્ટિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યું હતું. કર્ણમ મલ્લેશ્વરીએ તે સમયે કુલ ૨૪૦ કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો. તે સ્નેચ કેટેગરીમાં ૧૧૦ કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં ૧૩૦ કિલોગ્રામ ભાર ઉઠાવતા ઓલોમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.

૨૬ મીરાબાઈ ચાનુ છેલ્લા ઓલોમ્પિકથી અત્યાર સુધી પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો છે. તેમને પોતાની ટેકનીકમાં ઘણો સુધારો કર્યો છે. મીરાબાઈ ચાનુ ૧ મેના સ્ટ્રેન્થ અને કંડિશનિંગની ટ્રેનિંગ કરવા માટે અમેરિકા ચાલી ગઈ હતી. તેમને પોતાના કોચ ડોક્ટર એરોન હાર્સચીંગની સાથે ટ્રેનીંગ કરી હતી. તેમને ત્યાં પોતાના ખભાની ઈજાની સારવાર પણ કરાવી હતી. મીરાબાઈ અમેરિકાથી સીધી જાપાન ઓલોમ્પિક માટે પહોંચી હતી.