એક સમય હતો જ્યારે વિરાટ કોહલી નું બેટ સતત સદી બોલતું હતું. હાલત એવી હતી કે ક્રિકેટ એક્સપર્ટ્સ પણ કહેવા લાગ્યા કે, વિરાટ કદાચ સચિન તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડી શકે છે. જો કે, આ પછી, વિરાટના બેટ પર ગ્રહણ લાગ્યું અને તેણે સદી ફટકાર્યા પછી 1000 થી વધુ દિવસો પસાર થઈ ગયા હતા. હવે જ્યારે લાંબા સમય બાદ વિરાટના બેટથી સદી ફટકારવામાં આવી છે ત્યારે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું વિરાટ હજુ પણ સચિનનો રેકોર્ડ તોડી શકશે. આ ચર્ચામાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પણ પોતાની વાત રજૂઆત કરી છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર વિરાટ અને સચિનની સદી વચ્ચેનો તફાવત બતાવતા અખ્તરે જણાવ્યું છે કે, ‘ધ્યાનમાં રાખો કે આ 30 સદીઓ તમને દબાવી દેશે. પરંતુ તમે હિંમત હારશો નહીં કારણ કે, તમે ક્રિકેટને સર્વકાલીન મહાન બેટ્સમેનમાંના એક તરીકે અલવિદા કહી દેશો. તમે ફક્ત તમારી જાતને દબાણ કરતા રહો.

સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી નોંધાયેલી છે. જ્યારે, વિરાટ કોહલીએ હાલમાં 71 સદી ફટકારી છે. શોએબ અખ્તર કહે છે, ‘મેં હંમેશા કહ્યું છે કે વિરાટ કોહલી સર્વકાલીન મહાન બેટ્સમેન છે. પરંતુ આગામી 29 સદીઓ તેમના માટે ખૂબ જ મુશ્કેલ પ્રવાસ છે. કારણ કે તેને પોતાની 70 મીથી 71 મી સદી સુધી પહોંચવામાં ઘણો સમય લગાવી દીધો હતો.

વિરાટ કોહલી લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ હતા. તેનું બેટ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રન શાંત પડી ગયું હતું. પરંતુ આ એશિયા કપમાં તેણે એક પછી એક સારી ઇનિંગ્સ રમી હતી. તેણે અફઘાનિસ્તાન સામે પણ જોરદાર સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1020 દિવસ બાદ તેને આ સદી મળી છે. હવે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝ અને પછી ટી-20 વર્લ્ડ કપમાં પોતાનો પાવર બતાવશે.