ન્યુઝીલેન્ડમાં ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. તેના સિવાય જસપ્રીત બુમરાહે પણ બીજા દિવસે શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 કેચ પૂર્ણ કર્યા અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો હતો. 33 વર્ષીય વિરાટ કોહલીએ મોહમ્મદ શમીની બોલ પર સ્લિપમાં ટેમ્બા બાવુમાનો શાનદાર કેચ પકડીને આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી.

તેની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 100 કે તેથી વધુ કેચ લેનાર છઠ્ઠા ભારતીય બની ગયા છે. ભારતીય કેપ્ટને પોતાની 99 મી ટેસ્ટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમના પહેલા રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને મોહમ્મદ અઝહરુદ્દીન આ કારનામું કરી ચુક્યા છે.

પ્રથમ ઇનિંગમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહે 42 રન આપી પાંચ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા સામે બીજી વખત બુમરાહે આ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં, બુમરાહે સાતમી વખત પાંચ વિકેટ લીધી હતી. તેની સાથે તે કપિલ દેવ અને ઈરફાન પઠાણ પછી 27 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજા ભારતીય બોલર બની ગયા છે.

આ સિવાય હરભજન સિંહ (2010/11 માં 7/120), એસ શ્રીસંત (2010/11 માં 5/114) અને હવે બુમરાહ (2021/22 માં 5/42) કેપટાઉનમાં પાંચ વિકેટ લેનાર ભારતના ત્રીજા બોલર છે.