ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં અલગ જ દરજ્જો ધરાવે છે. તાજેતરમાં જ તેણે પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટમાં ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. આ બાબતમાં રૂટ તેના સમકાલીન બેટ્સમેન વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ કરતા ઘણો આગળ છે. ઈંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાનને 74 રનથી હરાવ્યું હતું. મેચની બીજી ઇનિંગમાં જો રૂટે શાનદાર બેટિંગ કરતા 73 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તે રિકી પોન્ટિંગ, સ્ટીવ વો, જેક્સ કાલિસ અને સચિન તેંડુલકરની વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ  ગયો છે.

જો રૂટે રાવલપિંડી ટેસ્ટમાં સચિન તેંડુલકરના ખાસ ટેસ્ટ રેકોર્ડની બરાબરી કરી છે. વાસ્તવમાં, જીતેલી ટેસ્ટ મેચોમાં જો રૂટે 44 મી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. તે પહેલા સચિને 200 ટેસ્ટ મેચ રમીને જીતેલી ટેસ્ટ મેચોમાં 50+ 44 વખત રન બનાવ્યા હતા. આ સાથે જ રૂટે 125 ટેસ્ટ મેચમાં પોતાના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

પોન્ટિંગ ટોચ પર

જ્યાં સુધી જીતેલી ટેસ્ટ મેચોમાં 50+ સ્કોર બનાવવાની વાત છે તો આ રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગ ટેસ્ટ મેચ જીતવામાં 50+ 72 વખત સ્કોર કરવામાં સફળ રહ્યો હતો. પોન્ટિંગે 168 ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તે લાંબા સમય સુધી કાંગારૂ ટીમના કેપ્ટન પણ રહ્યા હતા.

સ્ટીવ વો-જેક્સ કાલિસ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ અને દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ એવા બે ક્રિકેટર છે જેમણે સંયુક્ત રીતે ટેસ્ટ મેચ જીતવામાં 50-50 વખત રન બનાવ્યા હતા. સ્ટીવ વોએ ઓસ્ટ્રેલિયા માટે 168 ટેસ્ટ રમી હતી. જ્યારે જેક કાલિસે 166 ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથનું નામ આ યાદીમાં સામેલ નથી.