પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે વિરાટ કોહલી હવે ટ્વિટર પર પણ ‘કિંગ’ બની ગયા છે. વાસ્તવમાં, વિરાટ કોહલીના ટ્વિટર પર 50 મિલિયન ફોલોવર્સ છે. આ રીતે, વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન ફોલોવર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ટ્વિટર પર ફોલોવર્સની વાત કરીએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા જ્યારે લિયોનેલ મેસ્સી બીજા ક્રમે છે. આ રીતે વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબરે છે.

મહત્વપૂર્ણ છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ટ્વિટર પર 450 મિલિયન ફોલોવર્સ છે, જ્યારે લિયોનેલ મેસ્સીના 333 મિલિયન ફોલોવર્સ છે. એશિયા કપ 2022માં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વિરાટ કોહલીએ એશિયા કપ 2022ની 5 મેચમાં 276 રન બનાવ્યા હતા. વાસ્તવમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી 61 બોલમાં અણનમ 122 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફર્યો હતો. ઉપરાંત, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 71મી સદી ફટકારી હતી.

વાસ્તવમાં, એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારથી તેણે પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, તે પહેલી વખત બન્યું છે કે, લગભગ એક મહિના સુધી મેં ક્રિકેટના બેટને હાથ પણ ન લગાવ્યો. તે સમયે મને ખબર હતી કે બહાર ઘણું બધું ચાલે છે, પણ મેં મારું ધ્યાન રાખ્યું છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે મારી પત્ની અનુષ્કા શર્મા એ મુશ્કેલ સમયમાં મારી સાથે હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયા કપ 2022માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર્યા બાદ ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી.