રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવી દીધું હતું. આ એશિયા કપ 2022 ની સુપર-4 મેચ હતી. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને 60 રનની ઇનિંગ રમી હતી. આ અડધી સદીની મદદથી વિરાટ કોહલીએ એક ખાસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે.

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 194 અડધી સદી ફટકારી છે. આ ત્રણેય ફોર્મેટ સંયુક્ત છે. આ મામલામાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાન પર છે. સચિને 264 અડધી સદી ફટકારી છે. આ મામલામાં દ્રવિડ ત્રીજા સ્થાન પર રહેલ છે. રાહુલ દ્રવિડે 193 અડધી સદી ફટકારી છે. આ મામલામાં સૌરવ ગાંગુલી ચોથા સ્થાને પર રહેલ છે. સૌરવ ગાંગુલીએ 144 અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા 127 અડધી સદી સાથે પાંચમા સ્થાન પર રહેલ છે.

પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાન સામે 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર સામેલ હતી. જ્યારે આ પહેલા રોહિત શર્મા અને લોકેશ રાહુલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ 28-28 રન બનાવ્યા હતા.

નોંધનીય છે કે, આ અગાઉ ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ સુપર-4માં વાપસી કરીને ભારતને હરાવી દીધું હતું.