Virat Kohli એ પ્રાપ્ત કરી આ ખાસ સિદ્ધિ, આ બાબતમાં ધોની-રોહિત ને છોડ્યા પાછળ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભલે મેદાન પર ચાલી રહ્યા ના હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેમનો જલવો હજુ બરકરાર છે. તે સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર 20 કરોડ (200 મિલિયન) અથવા વધુ ફોલોવર્સ ધરાવતો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ એવી સ્થિતિ છે જે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા સહિત તમામ દિગ્ગજ ક્રિકેટરો પ્રાપ્ત કરી શક્યા નથી.
સમગ્ર યાદીની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી 20 કરોડ અથવા તેનાથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ત્રીજા એથ્લેટ બની ગયા છે. આ બાબતમાં માત્ર પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન લિયોનેલ મેસ્સી જ તેમનાથી આગળ છે.
રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 45.1 કરોડ (451 મિલિયન) ફોલોવર્સ છે. તે 40 કરોડ ફોલોઅર્સના જાદુઈ આંકડાને સ્પર્શનાર તે પ્રથમ એથ્લેટ હતા. તે જ સમયે, મેસીના 33.4 કરોડ (334 મિલિયન) ફોલોવર્સ છે. 20 કરોડ ફોલોવર્સ પૂર્ણ થયા બાદ વિરાટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ બાબતમાં તેણે ફેન્સનો આભાર માન્યો છે.
વિરાટ કોહલીને પોતાના ચાહકો અને ફોલોવર્સનો હંમેશા સમર્થન કરતા રહેવા માટે આભાર માન્યો છે. વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, 200 મિલિયનનો મજબૂત આંકડાને સ્પર્શ કર્યો છે. તમારા બધા ઇન્સ્ટા સમર્થકોનો આભાર. વિરાટ કોહલીના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર પણ 49 મિલિયન ફોલોવર્સ છે.
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનારા એથ્લેટ્સ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલ) : 45.1 કરોડ (451 મિલિયન)
લિયોનેલ મેસ્સી (ફૂટબોલ) : ૩૩.4 કરોડ (334 મિલિયન)
વિરાટ કોહલી (ક્રિકેટ): 20 કરોડ (200 મિલિયન)
નેમાર જુનિયર (ફૂટબોલ): 17.5 કરોડ (175 મિલિયન)
લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ): 12.3 મિલિયન (123 મિલિયન)