ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અનુભવી વિકેટકીપર રિદ્ધિમાન સાહાને લઈને નિવેદન આપ્યું છે. તેમને આજથી મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામે રમાવનારી બીજી ટેસ્ટ મેચ પહેલા જણાવ્યું છે કે, રિદ્ધિમાન સાહા ગળાની ઈજાથી બહાર આવી ગયા છે. તે વાનખેડેમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમવા માટે ફીટ છે. રિદ્ધિમાન સાહાએ જણાવ્યું છે કે, તે મેચ માટે સંપૂર્ણપણે ફીટ થઈ ગયા છે. કાનપુર ટેસ્ટ મેચ દરમિયાન રિદ્ધિમાન સાહાને ગળામાં ઈજા થઈ હતી જેના કારણે કેએસ ભરતે વિકેટકીપિંગ કરી હતી.

પ્રી મેચ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીએ મુંબઈમાં જણાવ્યું છે કે, રિદ્ધિમાન સાહા હવે ફીટ છે, તે પોતાની ગળાની ઈજાથી બહાર આવી ગયા છે, અમે વર્તમાન અને પીચની સ્થિતિના આધારે થોડી ચર્ચા કરશે ત્યાર બાદ કોમ્બીનેશનના વિશેમાં વિચારશે. જ્યારે પોતે રિદ્ધિમાન સાહાએ પણ પોતાની તસ્વીર શેર કરતા લખ્યું છે કે, તે મેચ માટે સંપૂર્ણપણે ફીટ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડીયમમાં રમાશે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ગળામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમની જગ્યાએ કેએસ ભરતે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન ભરતે શાનદાર વિકેટકીપિંગ કરતા ત્રણ કેચ પકડ્યા હતા. જેમાં રવિચંદ્રન અશ્વિનની બોલ પર વિલ યંગનો કેચ એક શાનદાર રીતે પકડ્યો હતો.