Virat Kohli એ જણાવ્યો એવો કિસ્સો કે….

ભારતને પાકિસ્તાન સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી અર્શદીપ સિંહે એક કેચ છોડ્યો હતો. આ અંગે અર્શદીપને ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ અંગે વિરાટ કોહલીએ પોતાનો ટુચકો શેર કર્યો હતો. કોહલીએ કહ્યું કે, એક સમયે તેને લાગ્યું કે તેની કારકિર્દી ખતમ થઈ જશે. કોહલીએ ટીમના વાતાવરણની પ્રશંસા કરી હતી.
વિરાટ કોહલીએ કહ્યું, “મને યાદ છે કે પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યા હતી. તે મારી પાકિસ્તાન સામેની પ્રથમ મેચ હતી અને મેં શાહિદ આફ્રિદીની બોલ પર ખૂબ જ ખરાબ શોટ માર્યો હતો. હું સવારના પાંચ વાગ્યા સુધી છત તરફ જોતો રહ્યો, ઊંઘ ન આવી નહોતી. મને લાગ્યું કે મને પાછી ક્યારેય તક નહીં મળે, મારી કારકિર્દી ખતમ થઈ ગઈ છે. આ બધી બાબતો અનુભવવી સ્વાભાવિક છે.
તેમને ખેલાડીઓની ભૂલો પર તેમણે જણાવ્યું કે, “વરિષ્ઠ ખેલાડીઓ તમારી પાસે આવે છે. આવતીકાલે અમે ફરીથી એક ટીમ તરીકે ભેગા થઈશું. જ્યારે વાતાવરણ સારું હોય, ત્યારે તમે તે વસ્તુમાંથી શીખએ છીએ. આગામી વખતે જ્યારે તમને આવી તક મળશે, ત્યારે તમે વિચારશો કે મારી પાસે કેચ આવે. હું ટીમના વાતાવરણનો શ્રેય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનને આપીશ. વાતાવરણ સારું છે, જો તમે ભૂલો કરો તો તેને સ્વીકારો અને આગળ જુઓ.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022ના સુપર ફોર મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 60 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલે 28-28 રન બનાવ્યા હતા.