IPL 2023 માટે મીની હરાજી પહેલા, તમામ ફ્રેન્ચાઇઝીઓએ જાળવી રાખેલા અને મુક્ત કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આવામાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. ફ્રેન્ચાઇઝીએ માત્ર ટીમના કેપ્ટન કેન વિલિયમસનને જ રિલિઝ કર્યા છે. તે જ સમયે, ટીમનો આગામી કેપ્ટન કોણ હશે તે અંગે ફ્રેન્ચાઇઝી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ અંગે આકાશ ચોપરાએ પોતાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે આ ખેલાડી ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.

ટીમે મિની હરાજી પહેલા કુલ 12 ખેલાડીઓને બહાર કર્યા છે અને માત્ર 12 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ રિલીઝ બાદ આકાશ ચોપરા દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કે ફાસ્ટ બોલર ભુવનેશ્વરને આગામી સિઝન માટે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. તેણે ટ્વીટમાં સવાલ પૂછતા લખ્યું કે, ભુવી સનરાઇઝર્સનો આગામી કેપ્ટન બનશે?

ભુવનેશ્વર કુમાર આઈપીએલમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેણે આઈપીએલમાં રમતી વખતે કુલ 7 મેચમાં ટીમની કમાન સંભાળી છે. જોકે, તે કેપ્ટન તરીકે બહુ સફળ રહ્યો નથી. તેની કપ્તાનીમાં ટીમ 7 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી છે. આ સાથે જ ટીમને પાંચ મેચ હારવી પડી હતી. હવે જોવાનું એ રહેશે કે તેને ટીમની કમાન સોંપવામાં આવે છે કે નહીં.

સનરાઇઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓને રિટેન કર્યા

અબ્દુલ સમદ, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન અને ઉમરાન મલિક.

સનરાઇઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓને રિલીઝ કર્યા

કેન વિલિયમસન, નિકોલસ પૂરન, જગદીશ સુચિત, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, સીન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા અને વિષ્ણુ વિનોદ.