IPL 2023 ની પ્રથમ મેચ 1 એપ્રિલથી રમાશે, પરંતુ તે પહેલા મહિલા IPLની પ્રથમ સત્ર તરીકે રમાશે. માનવામાં આવે છે કે મહિલા IPL 3 માર્ચથી શરૂ થઈ શકે છે, જ્યારે ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે. મહિલા IPL ની આ પ્રથમ આવૃત્તિ હશે. તે જ સમયે, મહિલા IPL પછી IPL 2023 રમાશે. જોકે, BCCI દ્વારા સત્તાવાર રીતે તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલા મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે.

જ્યારે શુક્રવારના BCCI એ વુમન્સ IPL ના મીડિયા અધિકારો માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડર 2023 થી 2027 સુધી મહિલા IPL માટે હશે. BCCI દ્વારા જારી કરાયેલા ટેન્ડરમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 દર્શાવવામાં આવી છે. તેમ છતાં મીડિયા અધિકારોની હરાજી પ્રક્રિયા 8 જાન્યુઆરીની આસપાસ શરૂ થશે, આ હરાજી ઇ-ઓક્શન હશે. આ સિવાય બીસીસીઆઈએ મીડિયા અધિકારો માટે ટેલિવિઝન અને ડિજિટલ રાઈટ્સ માટે અલગ કેટેગરી રાખી છે. હાલમાં બીસીસીઆઈએ હરાજી માટે બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી નથી.

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે સારી ટીમ બનાવવા માટે પાંચ ટીમો આ ટુર્નામેન્ટમાં રમશે. દરેક ટીમ વધુમાં વધુ અઢાર ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. આ 18 ખેલાડીઓમાં છથી વધુ વિદેશી ખેલાડીઓ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2016 થી મહિલા બિગ બેશ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં વિમેન્સ ધ હન્ડ્રેડ રમાઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આવતા વર્ષથી મહિલા લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.