ઇંગ્લેન્ડ સામે એક માત્ર ટેસ્ટ માટે મોટા ભાગના ખેલાડી યુકે પહોંચી ચુક્યા છે, પરંતુ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન કોવિડ-૧૯ ની ઝપેટમાં આવવાના લીધે અત્યાર સુધી તે ભારતમાં જ છે. બીસીસીઆઈના એક સૂત્ર દ્વરા જાણકારી આપવામાં આવી છે. જમણા હાથના આ ઓફ સ્પિનર અત્યારે કોરેનટાઈનમાં છે અને રીપોર્ટમાં નેગેટીવ આવ્યા બાદ ઇંગ્લેન્ડ માટે જઈ શકશે.

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું છે કે, “અશ્વિન ભારતીય ટીમ સાથે યુકે જવા માટે રવાના થયો ન હતો કારણ કે તે કોવિડ -19 ટેસ્ટમાં સકારાત્મક જોવા મળ્યો હતો. પરંતુ એવી અપેક્ષા છે કે ઈંગ્લેન્ડ સામેની મેચ 1 જુલાઈથી શરૂ થશે. તેણે ટેસ્ટ મેચ પહેલા સારું થઈ જશે.”

સુત્રે તેની સાથે એ પણ જણાવ્યું છે કે, આ રોગચાળાની પકડને કારણે, અશ્વિન લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ પણ મિસ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારતે આ ટીમ સામે 24 જૂનથી ફરીથી નિર્ધારિત ટેસ્ટ મેચ પહેલા 4 દિવસની વોર્મ-અપ મેચ રમવાની છે.

અશ્વિન સિવાય બાકીની ટીમ યુકે પહોંચી ગઈ છે અને એકમાત્ર ટેસ્ટ મેચ માટે ઘણો પરસેવો પાડી રહી છે. બીસીસીઆઈએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમ ઈન્ડિયાના નેટ સેશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે લોકેશ રાહુલ સિરીઝમાંથી બહાર થયા બાદ આ બંને બેટ્સમેન ઈંગ્લેન્ડ સામે ઓપનિંગ કરતા જોવા મળશે.

વિદેશી ધરતી પર પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્માને ચોક્કસપણે લોકેશ રાહુલની ખોટ પડશે. આ જોડીએ ભારતને આ સીરીઝમાં 2-1ની લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાર ટેસ્ટમાં, રોહિતે 4 ટેસ્ટમાં 368 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અર્ધસદીનો સમાવેશ થાય છે, જ્યારે રાહુલે 315 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.