કોરાના મહામારીને વચ્ચે દેશમાં આઈપીએલની ૧૪ મી સીઝનનો શુભારંભ થઈ ગયો છે. ટુર્નામેન્ટ શરુ થતા પહેલા કેટલાક ખેલાડી અને સ્ટાફ સભ્યો કોરોના સંક્રમિત થઈ ગયા હતા. હવે મેચ શરુ થયા બાદ સમાચાર આવી રહ્યા છે કે, દિલ્લી કેપિટલ્સના પેસર એનરીચ નોર્ટજે કોવિડ પોઝીટીવ આવ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીતથી પોતાની સીઝનની શરૂઆત કરનારી દિલ્લીની પ્લેઇંગ ઇલેવનમાં એનરીચ નોર્ટજે સામેલ પણ નહોતા. આ સાઉથ આફ્રિકન પેસર ગયા મંગળવારના જ મુંબઈ પહોંચ્યા છે અને સાત દિવસના અનિવાર્ય કોરેનટાઈનમાં હતા. આ કારણે પ્રથમ મેચ રમી શક્યા નહોતા. હવે કોરોના પોઝીટીવ આવ્યા બાદ ૨૭ વર્ષીય ખેલાડીને આઈસોલેશનમાં રહેવું પડશે.

આઈપીએલ ૨૦૨૧ માં એનરીચ નોર્ટજે ચોથા ક્રિકેટર છે જે કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. આ અગાઉ નીતીશ રાણા, અક્ષર પટેલ, દેવદત્ત પડીકક્લ અને ડેનિયલ સેમ્સની કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવી હતી. દેવદત્ત અને સેમ્સ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી જ રમે છે.

આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, કાલે રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈમાં રમાવનાર મેચમાં એનરીચ નોર્ટજે ટીમની સાથે જોડાશે, પરંતુ હવે તેમને લાંબી રાહ જોવી પડશે. યાદ હોય કે, યુએઈમાં રમાયેલ છેલ્લી સીઝનમાં પોતાની ટીમને પ્રથમ ફાઈનલમાં પહોંચવામાં આ પેસરની મહત્વની ભૂમિકા હતી.