બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ 2022 માટે તેની ટીમની જાહેરાત કરી છે. બાંગ્લાદેશે તેની 15 સભ્યોની ટીમમાં સૌમ્યા સરકાર અને શોરીફુલ ઈસ્લામનો સમાવેશ કર્યો છે. વાસ્તવમાં, એવી સંભાવના હતી કે, 15 સભ્યોની બાંગ્લાદેશ ટીમમાં સૌમ્ય સરકાર અને શોરફુલ ઇસ્લામનો સમાવેશ કરવામાં આવી શકે છે, કારણ કે બાંગ્લાદેશ ટીમ મેનેજમેન્ટ સબ્બીર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીનના પ્રદર્શનથી ખુશ નથી.

શુક્રવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે T20 વર્લ્ડ કપ 2022 માટે ખેલાડીઓની અંતિમ યાદી નક્કી કરવામાં આવી છે. વાસ્તવમાં, પહેલા સૌમ્ય સરકાર અને શોરફુલ ઇસ્લામને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ 15 સભ્યોની ટીમના ભાગ હશે. બેટ્સમેન સબ્બીર રહેમાન અને ઓલરાઉન્ડર સૈફુદ્દીનના સ્થાને બાંગ્લાદેશની ટીમમાં સૌમ્ય સરકાર અને શોરફુલ ઈસ્લામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ, સબ્બીર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીન 15 સભ્યોની બાંગ્લાદેશ ટીમનો ભાગ હતા.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડમાં છે. બાંગ્લાદેશની ટીમ ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ જવા રવાના થશે, પરંતુ બેટ્સમેન સબ્બીર રહેમાન અને ઓલરાઉન્ડર સૈફુદ્દીન બાંગ્લાદેશ પરત ફરશે. કોઈ પણ રિઝર્વ ખેલાડી બાંગ્લાદેશની ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર મિન્હાજુલ આબેદીને કહ્યું કે, એશિયા કપ 2022 ની શરૂઆતથી જ અમે ખેલાડીને એક ખાસ જગ્યાએ ફીટ કરવા પર કામ કરી રહ્યા હતા, જેના કારણે સબ્બીર રહેમાન ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2022 માટે બાંગ્લાદેશની ટીમ-

શાકિબ અલ હસન (કેપ્ટન), નજમુલ હુસેન શાંતો, સૌમ્ય સરકાર, લિટન કુમાર દાસ, અફીફ હુસૈન, યાસિર અલી ચૌધરી, મુસાદેક હુસૈન સૈકત, નુરુલ હસન સોહન (વિકેટમાં), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ મહમૂદ ઈસ્લામ, નસુમ અહેમદ, ઇબાદોત હુસૈન.