ટીમ ઇન્ડિયાને હવે નવા કીટ સ્પોન્સર મળી ગયા છે. હવે ઓનલાઈન ગેમની કંપની મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) ને આગામી ત્રણ વર્ષ માટે ભારતીય ક્રિકેટ ટીમના નવા કીટ સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની ટોચની સમિતિના એક સભ્યે સોમવારે તેની પુષ્ટિ કરી છે કે તે નાઈકની જગ્યા લેશે.

દરેક મેચના ૬૫ લાખ

અધિકારીએ ગોપનીયતાની શરતો પર પીટીઆઈએ જણાવ્યું છે કે, “હા, ટોપ કાઉન્સિલે ભારતીય ટીમ (પુરુષ, મહિલા, એ ટીમો અને અંડર -19 ટીમો) ના ડ્રેસ પ્રાયોજક કરારને મંજૂરી આપી દીધી છે. જોકે પ્રતિ મેચનો દર નાઈકી દ્વારા ચૂકવવામાં આવનાર ૮૮ લાખ રૂપિયા પ્રતિની જગ્યાએ ૬૫ રૂપિયા લાખ રૂપિયા પ્રતિ મેચ હશે.

નાઈકીએ ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી પાંચ વર્ષનો કરાર કર્યો હતો જેના માટે તેમને ૩૦ કરોડ રૂપિયા રોયલ્ટી સાથે ૩૭૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. સુત્રોએ જણાવ્યું છે કે, “વર્તમાન આર્થિક સ્થિતિને જોતા કોઈ પણ આટલી રકમ ચૂકવવા માટે તૈયાર નહોતું જેટલી નાઈકીએ કરી હતી.”

બોર્ડને નુકસાન

વર્ષ ૨૦૦૬ થી નાઈકી દરેક મેચ માટે ૮૭ લાખ રૂપિયા આપી રહી હતી. આ બીસીસીઆઈ માટે એક મોટું નુકસાન છે. તમને જણાવી દઈએ કે, Adidas અને Puma એ પણ હરાજીના ફોર્મ લીધા હતા. પરંતુ તેમને હરાજીમાં ભાગ લીધો નહોતો. આ દિવસોમાં ઓનલાઈન ગેમિંગ કંપનીની ક્રિકેટમાં બોલબાલા છે. ડ્રીમ ઈલેવન પણ અત્યારે આઈપીએલની સ્પોન્સર છે.