પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ટી20 વર્લ્ડ કપ 2022 ખૂબ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું છે. એક સમયે ટીમ સુપર-12 થી તે બહાર દેખાતી હતી, પરંતુ તે પછી તેણે ફાઈનલમાં તેની જગ્યા બનાવી લીધી હતી. ફાઈનલમાં ઈંગ્લેન્ડના સામે તેઓને હારનો સામનો કરવો પડ્યો અને ચેમ્પિયન બનવાના સપના અધૂરા રહી હતી. ફાઇનલ હાર મળી હોવા છતાં પાકિસ્તાની ટીમ પર પૈસાનો વરસાદ થયો છે અને ટીમના દરેક ખેલાડીને કરોડોનું ઇનામ મળ્યું છે. આવો જાણીએ કેવી રીતે રીમના દરેક ખેલાડીના ભાગમાં આવ્યા કરોડ રૂપિયા….

પાકિસ્તાનને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી લગભગ 10 લાખ ડોલરનું ઈનામ મળ્યું છે. જેમાં સુપર-12માં રનર-અપ અને મેચ જીતવા માટેનું ઇનામ સામેલ છે. જો આ ઈનામી રકમને પાકિસ્તાનની કરન્સીમાં ફેરવવામાં આવે તો તે લગભગ 22 કરોડ 25 લાખ રૂપિયા થશે. આ રકમને 17 ભાગમાં વહેંચવામાં આવશે, જેમાંથી 16 ખેલાડીઓને અને એક ભાગ મેનેજમેન્ટને જશે. અનુમાન મુજબ, દરેક ખેલાડીને પાકિસ્તાની ચલણમાં લગભગ એક કરોડ 30 લાખ રૂપિયા મળશે.

મોહમ્મદ હસનૈન અને ખુશદિલ શાહ ટી-20 વર્લ્ડ કપમાં કોઈ મેચ રમ્યા નથી, પરંતુ તેમ છતાં તેમને આટલી મોટી રકમ મળવા જઈ રહી છે. આ સિવાય ફખર ઝમાને પણ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ રમી હતી, પરંતુ તેમ છતાં તેને પણ આટલી મોટી રકમ મળશે. ટૂર્નામેન્ટ દરમિયાન, ખેલાડીઓને ICC તરફથી 83 અને PCB તરફથી 31 એમરિકી ડોલરનું ભથ્થું મળી રહ્યું હતું. કુલ મળીને, ખેલાડીઓને દરરોજ 114 ડોલર (આશરે રૂ. 9,500) નું ભથ્થું મળતું હતું.