ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તમામ વિવાદો વચ્ચે અમદાવાદની ટીમને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ સોમવારે અમદાવાદને ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ વિવાદો વચ્ચે અમદાવાદની ટીમને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ સોમવારે અમદાવાદને લેટર ઓફ ઈન્ટેન્ટ સોંપ્યો હતો, ત્યારબાદ મેગા ઓક્શનનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

આ વખતે IPLમાં 2 નવી ટીમો ઉમેરવામાં આવી રહી છે, જેમાં લખનૌ અને અમદાવાદનો સમાવેશ થાય છે. લખનૌમાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ અમદાવાદની ટીમને ખરીદનાર સીવીસી ગ્રુપના સટ્ટાબાજીની કંપનીઓ સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ BCCI દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

અમદાવાદની ટીમને સીવીસી ગ્રૂપે કુલ રૂ. 5625 કરોડમાં ખરીદી હતી, જ્યારે લખનૌની ટીમને આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપે રૂ. 7090 કરોડમાં ખરીદી હતી. હવે જ્યારે બંને ટીમોને લેટર ઓફ ઈન્ટેન્ટ મળી ગયો છે, તો ટૂંક સમયમાં ટીમો તેમના ત્રણ ખેલાડીઓની યાદી સબમિટ કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ છોડીને આવેલા શ્રેયસ અય્યરને અમદાવાદની ટીમની કમાન મળી શકે છે. જોકે, હાર્દિક પંડ્યાને પણ કમાન સોંપવાની અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી. જ્યારે પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા ટીમના મુખ્ય કોચ બની શકે છે. ભારત માટે 2011નો વર્લ્ડ કપ જીતનાર ગુરુ ગેરી કર્સ્ટન અમદાવાદમાં મેન્ટર તરીકે જોડાઈ શકે છે