સાઉથ આફ્રિકાની ટીમે સરકારની પરવાનગી મળ્યા બાદ પુરુષ ક્રિકેટ ટીમની આગામી મેચોની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા સામે રમવા માટે કેટલીક ટીમો સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડશે. ઇંગ્લેન્ડ બાદ શ્રીલંકા,ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો પણ સાઉથ આફ્રિકામાં રમવા માટે જશે. બધી ટીમો અલગ-અલગ સમયમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે.

સાઉથ આફ્રિકાની ટીમ સૌથી પહેલા ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ રમશે. ત્યાર બાદ ૨૬ ડીસેમ્બરથી શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝ રમશે. બે ટેસ્ટ મેચની આ સીરીઝ ૭ જાન્યુઆરીના સમાપ્ત થશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ માટે આવશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટેસ્ટ માટે ફ્રેબુઆરી-માર્ચમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે. ત્યાર બાદ એપ્રિલમાં પાકિસ્તાનની ટીમ ત્યાં ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો સામે મેચની ડીટેલ હજુ સામે આવી નથી.

સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આગામી કાર્યક્રમની જાહેરાત સરકારની પરવાનગી બાદ કરી છે. આ અગાઉ સાઉથ આફ્રિકાની ઓલોમ્પિક સમિતિએ બોર્ડને બરતરફ કરી દીધું હતું. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડેએ લાંબા સમય સુધી પોતાનો કેસ સરકાર સમક્ષ મૂક્યો અને અંતમાં તેમને સરકાર તરફથી રાહત મળી હતી.

સાઉથ આફ્રિકાની ટીમે કોરોના વાયરસના કારણે છેલ્લા છ મહિનાથી કોઈ મેચ રમી નથી. માર્ચ બાદ આ ટીમે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેમ છતાં સાઉથ આફ્રિકાના ઘણા ખેલાડી આઈપીએલમાં અત્યારે રમી રહ્યા છે. ત્યાંથી આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ત્યાં શરુ જશે. જોવાનું એ રહેશે કે, લાંબા સમય બાદ સાઉથ આફ્રિકાની ટીમ કેવા ફોર્મમાં જોવા મળશે.