Vijay Hazare Trophy: તમિલનાડુનો નવો રેકોર્ડ, લિસ્ટ A ક્રિકેટમાં 500 રન બનાવનાર વિશ્વની પ્રથમ ટીમ

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફી મેચમાં તમિલનાડુએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ લિસ્ટ A ક્રિકેટમાં પ્રથમ વખત 500 કે, તેથી વધુ રન બનાવનાર વિશ્વની પ્રથમ ટીમ છે. તેણે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તમિલનાડુ તરફથી આ મેચમાં નારાયણ જગદીસન અને સાઈ સુદારેસને લિસ્ટ A ક્રિકેટની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ સિવાય લિસ્ટ A ક્રિકેટમાં આ જોડીએ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. બંને બેટ્સમેનોએ પોતાની ટીમ માટે સદી ફટકારી હતી.
તમિલનાડુની ટીમ લિસ્ટ A ક્રિકેટમાં 500 કે તેથી વધુ સ્કોર કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. પ્રથમ બેટિંગ કરતા તેણે પોતાની ઇનિંગમાં 2 વિકેટે 506 રન બનાવ્યા હતા. તમિલનાડુની આ ઇનિંગમાં નારાયણ જગદીસને સૌથી વધુ 277 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 25 ફોર અને 15 સિક્સર ફટકારી હતી. તેના સિવાય સાઈ સુદર્શને પણ 154 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ બે બેટ્સમેનોના આધારે ટીમે સર્વોચ્ચ સ્કોર હાંસલ કર્યો હતો.
તમિલનાડુની ઇનિંગ્સમાં 500 રન પૂર્ણ થતા જ તેણે ઇંગ્લેન્ડને પાછળ છોડી દીધું હતું. તે જ વર્ષે, ઇંગ્લિશ ટીમે નેધરલેન્ડ સામે 4 વિકેટે 498 રન બનાવ્યા હતા. વર્ષ 2007 માં સરેએ ગ્લુસેસ્ટરશાયર સામે 4 વિકેટે 496 રન બનાવ્યા હતા. તે જ સમયે, 2018 માં, ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે 481 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2018 માં ઇન્ડિયા A એ લિસેસ્ટરશાયર સામે 4 વિકેટે 458 રન બનાવ્યા હતા. હવે તમિલનાડુની ટીમ લિસ્ટ A ક્રિકેટમાં 506 રન બનાવનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.