ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવી T20 World Cup 2021 માં પોતાની પ્રથમ જીત પ્રાપ્ત કરી છે. આ જીતની સાથે જ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની સેમીફાઈનલની આશાઓ હજુ સુધી યથાવત છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન ટીમને ૨૧૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ૧૪૪ રન જ બનાવી શકી હતી. રોહિત શર્માએ ૪૭ બોલમાં ૭૪ રન, લોકેશ રાહુલે ૪૮ માં ૬૯ રન, ઋષભ પંતે ૧૩ બોલમાં અણનમ ૨૭ અને હાર્દિક પંડ્યાએ ૧૩ બોલમાં અણનમ ૩૫ રન જોડ્યા હતા.

આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પર બધાની નજર હતી, જે 4 વર્ષ બાદ ટી-૨૦ મેચ રમવા પર મેદાન પર ઉતર્યા હતા. ટુર્નામેન્ટની શરૂઆતી બંને મેચમાં પણ તેમને પ્લેઇંગ ઈલેવનમાં તક મળી નહોતી. એવામ ટીમ ઇન્ડિયાની પસંદગી પર સવાલ ઉભા થઈ રહ્યા હતા.

રવિચંદ્રન અશ્વિનને મોટી મેચમાં બહાર રાખવા પર વિરાટ કોહલીની ખુબ આલોચાના પણ કરવામાં આવી રહી હતી. ભારતના સ્ટાર બોલરને અફઘાનિસ્તાન સામે મેચ રમવાની તક મળી અને તેમને દેખાડી દીધું હતું કે, તે આખરે કેમ મહત્વપૂર્ણ છે. તેમને ૧૪ રનમાં ૨ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન પર જીત બાદ વિરાટ કોહલી અશ્વિનની ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે, તેમની વાપસી ટીમ માટે સકારાત્મક પક્ષ રહી છે.