સાઉથ આફ્રિકાની ટીમ 5 T-20 મેચોની શ્રેણી માટે ભારત પહોંચી ગઈ છે. સીરીઝની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પણ સીરીઝની પ્રથમ મેચ માટે 5 જૂને દિલ્હી પહોંચશે. સિરીઝની શરૂઆત પહેલા ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એક નવા લુકમાં જોવા મળ્યો હતો. તેના લુકની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં આઇપીએલની સમાપ્ત થયેલ IPL ની 15 મી સિઝનમાં યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કરીને પર્પલ કેપ જીતી હતી. તેણે રાજસ્થાન રોયલ્સ માટે 17 મેચમાં 19.51 ની એવરેજથી 27 વિકેટ લીધી હતી. આ સિઝનમાં 40/5 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં વાનિન્દુ હસરંગા 26 વિકેટ સાથે બીજા અને કાગિસો રબાડા (23 વિકેટ) ત્રીજા નંબરે છે. ચહલે તેની 15 મી સિઝનની એકમાત્ર હેટ્રિક પણ લીધી હતી.

પ્રથમ T-20 : 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
બીજી T-20 : 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી T-20 : 14મી જૂન, VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ચોથી T-20 : 17મી જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ
પાંચમી T-20 : 19 જૂન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

T-20 શ્રેણી માટેની ભારતીય ટીમ : લોકેશ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

T-20 શ્રેણી માટે સાઉથ આફ્રિકાની ટીમ : ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિક નોર્ટજે, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીઝ, શબાર, શબાર ટ્રિસ્ટન સ્ટબ્સ, રોસી વેન ડેર ડ્યુસેન અને માર્કો જેન્સન.