આજકલ માર્કેટમાં એકથી એક શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ થઈ રહ્યા છે. બીએસએનએલ ગ્રાહકોના માટે એક નવો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત ૧૦૦ રૂપિયાથી પણ ઓછા છે. તમને માત્ર ૬૮ રૂપિયાના આ પ્લાનમાં ઘણા બધા પ્લાન મળી રહ્યા છે. તેમ છતાં માર્કેટમાં જિયો અને એરટેલ જેવી કંપનીઓ પોતાના સસ્તા ડેટા પ્લાનથી બીએસએનએલને ટક્કર આપી રહ્યા છે. આવો જાણીએ આ પ્લાન વિશેમાં સંપૂર્ણ જાણકારી..

બીએસએનએલનું ૬૮ રૂપિયાનું રીચાર્જ : બીએસએનએલના આ પ્લાનમાં તમને ડેલી ડેટા બેનીફીટ મળે છે. ૬૮ રૂપિયાના આ પ્લાનમાં તમને દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૧૪ દિવસઈ છે. આવી રીતે ૬૮ રૂપિયાના રિચાર્જમાં તમને ૧૪ દિવસ સુધી ૨૧ જીબી ડેટા મળશે. તમને જણાવી દઈએ કે, આ રિચાર્જ પ્લાન વિદ્યાર્થીઓ અને ફ્રીલાંસિંગ કરનાર યુઝર્સ માટે ઘણો ફાયદાકારક છે.

વોડાફોન આઈડિયાનો પ્લાન : જો બીએસએનએલના આ પ્લાનની સરખામણીમાં માર્કેટમાં બીજી કંપનીઓ પ્લાનને જોયો તો વોડાફોન તમને ૧૪૮ રૂપિયાના રિચાર્જમાં દરરોજ ૧ જીબી ડેટા આપી રહ્યું છે. આ પ્લાનની વેલીડીટી ૧૮ દિવસની છે.

જિયોનો પ્લાન : જયારે જિયોના ૨૪૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે. આ પ્રીપેડ પ્લાન સાથે જ યુઝર્સ બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. પ્લાનમાં જિયો ન્યુઝ અને જિયો સિનેમા જેવી એપનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.

એરટેલનો પ્લાન : એરટેલના ૨૯૮ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં તમને દરરોજ ૨ જીબી ડેટા, ૧૦૦ એસએમએસ અને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. યુઝર્સને પ્લાનની સાથે એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યુઝીકનું સબ્સક્રિપ્શન મળશે. જ્યારે આ પેકની વેલીડીટી ૨૮ દિવસની છે.