Microsoft Outlook ની લાઈટ એપ લોન્ચ કરવામાં આવી છે, જે ઓછી સ્ટોરેજવાળા એન્ડ્રોઈડ યુઝર્સ માટે કોઈ ભેટથી ઓછી નથી, કારણ કે તમે ઓછી રેમ અને સ્ટોરેજવાળા ફોનમાં પણ તેનો ઉપયોગ કરી શકશો. Microsoft Outlook Lite ને ભારત ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો, પેરુ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. Microsoft Outlook Lite સંસ્કરણ Hotmail, Live, MSN અને Microsoft 365 તેમજ Microsoft Exchange Online એકાઉન્ટ્સને સપોર્ટ કરશે.

કંપનીએ પોતાના બ્લોગ દ્વારા Microsoft Outlook Lite ના લોન્ચ વિશે માહિતી આપી છે. આઉટલુક લાઇટ એપ હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવી છે. iPhone યુઝર્સે રાહ જોવી પડી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, આ એપ ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે. આઉટલુક લાઇટ એપ્લિકેશન દ્વારા, કંપની એન્ડ્રોઇડ ગો અથવા એન્ટ્રી-લેવલ ફોન ધરાવતા વપરાશકર્તાઓને આકર્ષવા માંગે છે.

Outlook Lite ની સાઈઝ માત્ર 5 MB છે. કંપનીના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ એપ માટે લોન્ચ કરવામાં આવેલી આ આઉટલુક લાઇટ એપમાં યુઝર્સને ઈમેલ, કેલેન્ડર, કોન્ટેક્ટ અને બીજા ઘણા ફીચર્સ મળશે. આ એપને તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવી છે, જેથી કોઈપણ યુઝરને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.