YouTube એ વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. ગીતો હોય કે મૂવી હોય કે સિરિયલો, વિશ્વભરનું કન્ટેન્ટ યુટ્યુબ પર એક જ ક્લિકથી જોઈ શકાય છે, પરંતુ યુટ્યુબ યુઝર્સ સામાન્ય રીતે ફરિયાદ કરતા હોય છે કે, કોઈપણ વિડિયો જોતી વખતે તેમને ઘણી જાહેરાતો જોવી પડે છે. યુટ્યુબના આ સોલ્યુશન હેઠળ યુઝર્સે યુટ્યુબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડશે. જો કે તે એક પેડ હશે. આના વગર જાહેરાતો વગર યુટ્યુબ વિડીયોની મજા માણી શકાય છે. હવે જો તમે પૈસા ખર્ચવા માંગતા નથી, તો અહીં અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે YouTube પ્રીમિયમ લીધા વિના જાહેરાતો વિના મફતમાં YouTube જોઈ શકો છો..

જાહેરાતો વિના મફતમાં YouTube નો આનંદ માણો

જો તમે જાહેરાતો વિના મફતમાં YouTube વિડિઓઝ જોવા માંગતા હો, તો અમારી પાસે તમારા માટે એક યુક્તિ છે. આ યુક્તિનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા નહીં પરંતુ વેબ બ્રાઉઝર પર YouTube નો ઉપયોગ કરવો પડશે. તમે વેબ બ્રાઉઝરમાં ‘Adblock for YouTube’ નામના ક્રોમ એક્સ્ટેંશન દ્વારા YouTube જાહેરાતોને મફતમાં અવરોધિત કરી શકો છો. આ એક્સટેન્શનનો ઉપયોગ ક્રોમ અને એજ બ્રાઉઝર બંને પર થઈ શકે છે.

આ એપ ડાઉનલોડ કરો

ક્રોમ એક્સ્ટેંશન સિવાય, તમારી પાસે બીજી રીત પણ છે, જેના દ્વારા તમે જાહેરાતો વગર YouTube પર વિડિઓઝ જોઈ શકો છો. તેના માટે તમારે પૈસા પણ આપવાના નથી. આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે, તમારે Google Play Store પરથી ‘Free Adblocker Browser: Adblock & Private Browser’ નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. એક વખત ફરીથી તમને જણાવી દઈએ કે, આ થર્ડ પાર્ટી એપ. આ જોખમી ભર્યું પણ હોઈ શકે છે. વાસ્તવમાં, આ એપથી તમે યુટ્યુબ વીડિયોના એડ્સને ખૂબ જ સરળતાથી બોલ્ક કરી શકો છો અને એડ ફ્રી કન્ટેન્ટનો આનંદ ઉઠાવી શકો છો.