Bharti Airtel તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. કંપની તેના કેટલાક પ્લાન સાથે ફ્રી 4 GB ડેટા કૂપન ઓફર કરી રહી છે, જે ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે આવે છે. તાજેતરમાં, કંપનીએ ભાવવધારાની જાહેરાત કર્યા બાદ ટેલિકોમ ઓપરેટરે નવા ડેટા કૂપન રજૂ કર્યા છે. એરટેલ દ્વારા 699 રૂપિયા, 479 રૂપિયા અને 549 રૂપિયાના પ્રીપેડ પેક સાથે ફ્રી 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે. 350 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે ફ્રી 2 GB ડેટાની કૂપન મળી રહી છે.

 

તમને આ કૂપન એરટેલની ઓફિશિયલ વેબસાઈટ પર દેખાશે નહીં, જેના કારણે આ કૂપન ખાસ એરટેલ એપના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. જો તમે એપનો ઉપયોગ કરો છો, તો તમારે રિચાર્જ સેક્શનમાં જવું પડશે અને ‘All Packs’ પર ટેપ કરવું પડશે. અહીં તમને ફ્રી ડેટા કૂપન સાથે કેટલીક પ્રીપેડ યોજનાઓ મળશે. ચાલો આ યોજનાઓની વિગતો પર એક નજર કરીએ…

 

એરટેલના 479 રૂપિયા વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ફ્રી 4 GB ડેટા કૂપન આપવામાં આવી રહી છે અને તેના સાથે દરરોજ 100 SMS અને સાથે બધા નેટવર્ક પર ફ્રી વોઈસ કોલ મળે છે. આ પ્લાનની વેલીડીટી 56 દિવસની છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 GB ડેટા પણ મળશે.

 

એરટેલ કંપની તેના 549 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં પોતાના યુઝર્સને ફ્રી 4 GB ડેટા કૂપન આપી રહી છે. તેની સાથે-સાથે યુઝર્સ 2 GB દરરોજ અને અનલીમીટેડ વોઈસ કોલનો લાભ પણ ઉઠાવી શકે છે.

 

એપમાં 359 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ આપવામાં આવ્યો છે, જેમાં પ્લાન સાથે ફ્રી 2GB ડેટાની કૂપન આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા પણ મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલનો બીજો પ્લાન 699 રૂપિયાનો રિચાર્જ પેક છે, જેમાં યુઝર્સને 4GB ડેટા કૂપન પણ મળે છે. એટલું જ નહીં, આ પ્લાન હેઠળ ગ્રાહકોને દરરોજ 3GB ડેટા મળે છે.